રાજ્યના 16 ડેમોમાં માત્ર 1 ટકાથી પણ ઓછુ પાણી: 49 ડેમમાં 10 ટકાથી ઓછું પાણી બચ્યુ
અમદાવાદ :રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના ડેમોમાં થોડુ જ પાણી બચ્યુ છે, રાજ્યમાં 80 ડેમો એવા છે જેમાં 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે આગામી સમયમાં જો વારસાદ નહીં પડે તો ગુજરાતમાં મોટું જળ સંકટ સર્જાઈ શકે છે. રાજ્યના 4 ડેમની હાલત તો તળિયાઝાટક જેવી જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમ એવા છે જેમાં સરેરાશ 24 ટકા પાણી બચ્યું છે. આ તરફ કચ્છના 20 ડેમમાં 22.88 પાણી બચ્યું છે
એક અહેવાલમાં રાજ્યના 16 ડેમોમાં માત્ર 1 ટકાથી પણ ઓછુ પાણી હોવાનું તારણ સામે આવ્યું છે આ વખતે ચોમાસાની સિઝનમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા અનેક ચેકડેમોમાં પાણીની આવક થઈ નથી, રાજકોટના ભાદર ડેમમાં માત્ર 22.9 ટકા જ પાણી રહ્યું છે જ્યારે 49 ડેમમાં 10 ટકાથી ઓછું પાણી બચ્યુ છે. ગુજરાતમાં હજુ પણ પૂરતા વરસાદ ન પડતા વરસાદની 44 ટકા ઘટ જોવા મળી રહી છે.ખેડૂતો સિંચાઈ માટે કેનાલમાંથી પાણી આપવામાં આવતું હોય છે આમ ડેમમાંથી કેનલામાં પાણી છોડવામાં આવતા પાણી જેટલી જાવક થાય છે એટલા પ્રમાણમાં આવક જોવા મળતી નથી. ગુજરાતમાં માત્ર પાંચ ડેમ એવા બચ્યા છે જેમાં 100 ટકા પાણી બચ્યું છે. જો વરસાદ નહીં પડે તો આગામી સમયામાં પાણીની વિપરિત પરિસ્થિત સર્જા શકે છે.