ખેરગામ તાલુકા સેવા સદનના સભાખંડમાં વાંસદા પ્રાંતના પ્રાયોજના વહીવટદાર એમ.એન નલવાણે દ્વારા અલગ-અલગ સમિતિઓ સાથે ચારેક બેઠક કરી જેમાં કોવિડ વેક્સિનેશન- રસીકરણ મહાઅભિયાન માટે જનજાગૃતિ લાવવા ભાર મૂકવામાં આવ્યો હતો અને -સાવચેતી એજ સલામતી- સૂત્ર સાર્થક કરવા જણાવ્યું હતું.
ખેરગામ તાલુકા પંચાયતના તમામ સભ્યો સરપંચો આંગણવાડીના કાર્યકરો મધ્યાન્હ ભોજનના કાર્યકર્તા શિક્ષણ સમિતિના સભ્યો વિ.ને અલગ-અલગ સંબોધીને રસીકરણ માટે જે ભ્રામક પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે તે આદિવાસી વિસ્તારમાં રહેતાં નાગરિકોમાંથી દૂર કરવા સતત પ્રયાસ કરવા અપીલ કરી હતી ખાસ કરીને વિપક્ષના કુપ્રચારમાં અને તેના વફાદાર મતદારો વેક્સિન મૂકાવતા નથી તેમને સમજાવટથી રાજી કરી સો ટકા રસીકરણ અભિયાન સફળ કરવા જણાવ્યું હતું.મામલતદાર નિરીલ મોદી અને તા. વિ. અધિકારી રાહુલ પટેલે પણ રસીકરણ અભિયાન સફળ બનાવવા માટે આવો સાથે ભેગા મળીને રસી મુકાવી કોરોનાને હરાવીએ એવું સૌને આહવાન કર્યું હતું.
મહા અભિયાન સભામાં ભાજપના તા.પં.સભ્યોએ ભાગ લીધો હતો જ્યારે પાંચ વર્ષના શાસનમાં પોતે કામ કરેલા નથી અને હવે તે કામ કરાવવા તા.વિ.અ.ને આવેદનકર્તા કોંગ્રેસના પાંચ સભ્યોમાંથી એક પણ સભ્યએ હાજર રહી રસીકરણ અભિયાનને સફળ બનાવવા જાગૃતિ બતાવી નથી, જે વિસ્મયપ્રેરક છે.