વલસાડ જિલ્લામાં તા.૧૧ થી ૨૬ માર્ચ સુધી બોર્ડની પરીક્ષાના કેન્દ્રોથી ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર પ્રતિબંધ: ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં આગામી તા. ૧૧-૦૩-૨૦૨૪ થી તા.૨૬-૦૩-૨૦૨૪ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. અને એચ.એસ.સી.(સામાન્ય પ્રવાહ/વિજ્ઞાનપ્રવાહ) પરીક્ષા માર્ચ-૨૦૨૪ બોર્ડની યોજાનાર પરીક્ષાના સમગ્ર જિલ્લાના કુલ ૧૩૭ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના પરીક્ષાઆપી શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ.આર. જહાએ સભા સરઘસના આયોજન કરવા ઉપર તથા તમામ પરીક્ષા કેન્દ્રની હદથી ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ, ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
પરીક્ષાના દિવસો તા.૧૧-૦૩-૨૪ થી ૨૬-૦૩-૨૪ સુધી સવારના ૦૯-૦૦થી સાંજના ૧૯-૦૦ વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહી. ગેરકાયદેસર રીતે ૪ (ચાર) કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી નહી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી. ઉપરોક્ત પરીક્ષા સ્થળોના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદ-ઈરાદાથી જતી બહારની અનધિકૃત વ્યક્તિઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવો નહી તેમજ પ્રવેશ કરવાની કોશિશ કરવી નહી. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ- ધ્યાનભંગ થાય તેવું કોઇ કૃત્ય કરવું કે કરાવવું નહી. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ ચીજવસ્તુ જેવી કે, ઇલેકટ્રોનીક આઇટમ, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહી કે કરાવવામાં મદદ કરવી નહી. પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ કે પરીક્ષામાં ચોરી ગણી શકાય તેવા કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક ઉપકરણો લઇ જવા નહીં. ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.
લગ્નના વરઘોડાને કે સ્મશાન યાત્રાને કે રેલ્વે/એસ.ટી.માં મુસાફરીમાં જનાર બોનાફાઇડ વ્યકિતઓને તેમજ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકૃત સરકારી કર્મચારીઓ, અધિકારીશ્રીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમૅન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવી નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને આ હુકમ લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!