આહવામાં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કોઈપણ ભોગે ચલાવી લેવાશે નહીં: કોંગ્રેસે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ

ગુજરાત એલર્ટ । આહવા
આહવાની જનરલ સિવિલ હોસ્પિટલનાં ખાનગીકરણ બાબતે આજરોજ કોગ્રેસપક્ષ દ્રારા સરકારની નિતિ સામે રેલી કાંઢી વિરોધ પ્રદર્શન કરી ધરણા પર બેસવાની ચિંમકી આપી છે. સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કોઈપણ ભોગે ચલાવી લેવાશે નહીં.
ડાંગ જિલ્લા કોગ્રેસ સમિતિ અને અન્ય પાર્ટીઓ દ્રારા સરકારની નિતિ સામે વિરોધ પ્રદર્શન કરી ડાંગનાં લોકોનો એકમાત્ર આધાર નહી છીનવાય તે માટે લડતો ચલાવાઈ રહી છે જેનાં ભાગરૂપે થોડાક દિવસો અગાઊ ડાંગ કોગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી અગામી દિવસોમાં ધરણાં પ્રદર્શનની ચિમકી આપી હતી.

જે માંગણીઓ નહી સંતોષાતાં આજરોજ વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ તથા વલસાડ-ડાંગનાં માજી સાંસદ કિશનભાઈ પટેલ, ડાંગ કોગ્રેસ પક્ષનાં પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી અને ડાંગ કોગેસ પક્ષનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે સહીતનાં કોગ્રેસી આગેવાનો તથા પક્ષનાં કાર્યકર્તાઓએ ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં વધઈ ચાર રસ્તા પાસેથી પેટ્રોલપંપથી લોકોની મોટી સંખ્યામાં રેલી કાઢી હતી. જેમાં “સિવિલને સિવિલ જ રહેવાં દો, સિવિલ હોસ્પિટલ સરકાર જ ચલાવે, સિવિલ હોસ્પિટલમાં કાયમી ડૉકટરોની નિમણુંક કરો” જેવાં સુત્રો પોકાર્યા હતાં સિવિલ હોસ્પિટલનાં પટાંગણમાં બેસી સરકારની ખાનગીકરણની નિતિનો સખત વિરોધ કરી આપખુદશાહી નહી ચાલે ગરીબોની જીવાદોરી સમાન સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કોઈપણ ભોગે ચલાવી લેવાશે નહી તેમની માંગણીઓ નહી સ્વીકારે તો અગામી દિવસોમાં કોગ્રેસ પાર્ટી ધરણાં પ્રદર્શન કરશે એવી ચીમકી આપી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!