વલસાડ આરટીઓની ટુ વ્હીલરના ટેસ્ટ ટ્રેકની નવી સિસ્ટમ માટે ભાવ પત્રક મંગાવાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ આરટીઓ કચેરીમાં બે પૈડાના વાહનો માટેના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના RFID રીડરમાં ટેકનિકલ ખામી હોવાથી RFID રીડ થઈ ન શકતા નથી. RFID રીડર સિસ્ટમ ખરાબ થઈ ગયેલી હોવાથી તમામ ઈચ્છુક એજન્સીએ નવી RFID રીડર સિસ્ટમ પુરી પાડવા માટેના ભાવ પત્રક આરટીઓ કચેરીએ બંધ કવરમાં રજિસ્ટર પોસ્ટ દ્વારા તા. ૧૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. આવા તમામ બંધ કવરો તા. ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે ખોલવામાં આવશે. જે એજન્સીના ભાવ ન્યુનત્તમ હશે તેને જરૂરી શરતો સાથેનો વર્ક ઓર્ડર આપવામાં આવશે એવુ વલસાડ આરટીઓના ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!