ગુજરાત એલર્ટ | આહવા
૨૬ વલસાડ (S.T) સંસદીય મત વિસ્તાર અંતર્ગત આવતી, ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળનું સંમગ્રતયા ચૂંટણી ચિત્ર સ્પસ્ટ કરતા, જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલે, મીડિયાકર્મીઓને ચૂંટણીલક્ષી તૈયારીઓથી અવગત કરાવ્યા હતા.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત એક પત્રકાર પરિસદને સબોધતા કલેક્ટરએ, મીડિયાકર્મીઓના માધ્યમથી પ્રજાજનો સૌ ટકા મતદાન કરવાની અપિલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે,૧૭૩ ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળમાં ગત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૮૧.૩૩ ટકા મતદાન નોધાયું હતું. જ્યારે ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં અહી ૭૨.૬૪ ટકા, અને ૨૦૧૯ની લોક્સભાની ચુંટણીમાં ૮૧.૨૩ ટકા, અને ૨૦૨૦ ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૭૩.૭૧ ટકા, તથા ૨૦૨૨ની વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં ૬૮.૦૯ ટકા મતદાન નોંધાવા પામ્યું હતું.
આહવાની પત્રકાર પરિસદમાં જિલ્લા વિકાસ અધિકારી-વ-એક્ષ્પેંડીચર નોડલ ઓફિસર રાજ સુથારે ભૂતકાળમાં ચૂંટણી બહિસ્કારની લાગણી-માંગણી સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરનારા ગામોના પ્રશ્નોનું, મહદઅંશે સર્વસંમતિથી નિરાકરણ લાવવામાં આવ્યું હોય, સૌને મતદાન કરવાની અપીલ કરી હતી.
જિલ્લા પોલીસ અધિકારી યશપાલ જગાણિયાએ જિલ્લાની સંમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થાના સુપેરે જળવાઈ રહે તે માટેના હાથ ધરાયેલા એકશન પ્લાનની વિગતો આપી હતી.
પ્રાંત અધિકારી સાગર મોવાલિયાએ પોલિંગ પાર્ટી અને ચૂંટણી સાથે સંકળાયેલા સરકારી કર્મચારી/અધિકારીઓને આપવાની થતી સેવા/સુવિધાઓ તથા, તેમની કામગીરી અંગેની વિગતો રજૂ કરી હતી.
દરમિયાન જિલ્લામાં બે માસ પૂર્વેથી હાથ ધરાયેલા મતદાર જાગૃતિ અભિયાન અંગેની માહિતી સ્વિપ નોડલ-વ-જિલ્લા શિક્ષણાધિકારી જિગ્નેશ ત્રિવેદીએ આપી હતી. તો હિટ વેવ સબંધિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે, વહીવટી તંત્રે હાથ ધરેલા પ્રયાસોની વિગતો હિટ વેવ નોડલ-વ-અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામિતે આપી હતી.
મીડિયા નોડલ-વ-સહાયક માહિતી નિયાયક મનોજ ખેંગારે, તા.૭મી મે ૨૦૨૪ના રોજ ચૂંટણી પંચ દ્વારા ઊભા કરાયેલા થીમ આધારિત મતદાન મથકોની મુલાકાતે માટે કરાયેલા ‘મીડિયા ટુર’ ના આયોજનની વિગતો આપી, મીડિયાકર્મીઓને તેમાં જોડાવાની અપીલ કરી હતી.
જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સનું સંચાલન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટે કર્યું હતું. આ વેળા સબંધિત અધિકારીઓને, અને પ્રિન્ટ ઈલે.મીડિયાના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.