સમૂહલગ્નનાં લાભાર્થે વલસાડમાં પ્રફુલભાઇ શુક્લની રામકથા યોજાશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ભાગડાવડામાં તા.23 એપ્રિલથી 1 મે દરમિયાન સાતમા સર્વજ્ઞાતિ સમૂહલગ્નના લાભાર્થે ધારાસભ્ય ભરતભાઈ પટેલનાં નિવાસસ્થાને કથાકાર પ્રફુલભાઇ શુક્લની 840 મી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું શ્રીફળ મુહર્ત આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લના હસ્તે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ કે. પટેલને અર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રવિણભાઈ પટેલ ધમડાચી, દિનેશભાઈ પટેલ ધમડાચી, અને ધનસુખભાઈ પટેલ, પીઠા પડારીયા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભરતભાઈ પટેલ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરીને ગરીબ દીકરીઓને કન્યાદાન કરીને સાસરે વળાવાય છે. તેમજ અત્યાર સુધી છ સમૂહ લગ્ન થકી 790 દીકરીઓને ધારાસભ્ય ભરતભાઈ પટેલની પ્રેરણાથી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્રારા કન્યાદાન કરવામાં આવ્યું છે. રામકથામા દરેક ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવશે. કથાના આચાર્યપદે વલસાડના દિપકભાઈ જંયતિભાઈ જોષી રહેશે. પ્રફુલભાઇ શુક્લએ ધારાસભ્ય ભરતભાઈ દ્વારા આયોજિત રામકથા અને સમૂહલગ્ન સુપેરે સફળ થાય એવા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે યુવા કથાકાર કિશનભાઇ દવે દ્રારા મંત્રોચાર કરવામા આવ્યા હતા. આ રામ કથામાં સંતો, મહંતો, રાજ્કીય, સામાજીક, અને ધાર્મિક આગેવાનો દક્ષિણ ગુજરાતમાંથી ઉપસ્થિત રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!