વલસાડ
વલસાડ સિટી પોલીસ મથકે ટીમે વલસાડ ધરમપુર રોડ પર આવેલા કડવા પાટીદાર સમાજ હોલ રાજપૂત હોલ સહિત સોસાયટી વિસ્તારમાં ચાલી રહેલા લગ્ન સમારંભોમાં જઈ તેઓને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનેટાઈઝર તથા જાહેરનામાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.
છેલ્લા એક વર્ષથી ભારત દેશ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં કોરોના વાયરલ સંક્રમણ વધવાના પગલે વલસાડ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી લગ્ન સમારોહમાં 50 વ્યક્તિઓ હાજર રહેવા માટે પરવાનગી આપી છે. જોકે લગ્ન સમારંભમાં મોટા પ્રમાણમાં લોકોને ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ તથા જાહેરનામાનો ભંગ કરતા હોવા અંગેની ફરિયાદોને ધ્યાનમાં રાખી વલસાડ સિટી પોલીસ મથક ની ટીમ ના પો.કો. રાજકુમાર તથા પ્રવીણભાઈ સાથે આજરોજ વલસાડ શહેરનાના ધરમપુર હાઇવે પર આવેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલ, અબ્રામાં વિસ્તારની સોસાયટી, વલસાડ રાજપૂત સમાજ હોલ સહિતના અન્ય હોલો તેમજ વિસ્તારમાં ચાલી રહેલા લગ્ન સમારંભોમાં પોલીસની ટીમ પહોંચી તપાસ હાથ ધરી હતી અને લગ્ન સમારંભમાં હાજર રહેલા સૌને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક, સેનેટાઈઝર રાખવા તેમજ જાહેરનામાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.