વાંધો ઉઠાવાતાં પીએમ મોદીની મૂર્તિ મંદિરમાંથી ગાયબ

પુણે: અહીંના એક વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું મંદિર બંધાયુ હોવાના સમાચાર ગઇ કાલે ફેલાયા બાદ મંદિરમાંથી મોદીની મૂર્તિ રાતોરાત ગાયબ થઇ ગઇ છે. મંદિર વિશે વડાપ્રધાન કાર્યાલયે તરફથી આદેશ અપાયા બાદ મૂર્તિને મંદિરમાંથી હટાવી લેવામાં આવી છે.
આજે સવારે આ મંદિરની બાજુમાંથી પસાર થતી વખતે લોકોએ જોયુ હતું કે એમાં વડાપ્રધાન મોદીની મૂર્તિ ગાયબ હતી. અહેવાલોમાં એક દાવો કરાયો છે કે મૂર્તિને નજીકમાં જ રહેતા ભાજપના એક નગરસેવકના ઘરમાં રાખવામાં આવી છે. કહેવાય છે કે પુણેમાં રહેતા મયુર મુંડે નામના ૩૭ વર્ષના એક ભાજપ કાર્યકર્તાએ શહેરના ઔંધ વિસ્તારમાં રસ્તાની એક બાજુએ આવેલા પોતાના ઘરમાં મોદીનું મંદિર બંધાવ્યું છે. એણે આ મંદિરમાં મોદીની ૬ બાય અઢી બાય સાડા સાત ફુટની મૂર્તિ મુકાવી હતી.કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીના મંદિર વિશે એમ કહીને વાંધો ઉઠાવ્યો હતો કે આ તો ધર્માંધતા કહેવાય. એક તરફ, ભાજપ સરકારી યોજનાઓમાંથી ભૂતપૂર્વ વડાપ્રધાનોના નામ હટાવી રહી છે. ત્યારે બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓ એમના નેતાઓના મંદિરો બંધાવે છે. વિરોધને પગલે વડાપ્રધાન કાર્યાલય તરફથી ભાજપના કાર્યકર્તાને મૂર્તિ હટાવી લેવાનો આદેશ અપાયો હોવાનો અહેવાલ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!