પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશેઃ ૨૮ ઓગસ્ટથી ૨-૩ દિવસના પ્રવાસે

અમદાવાદ: ૫ સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવવાના હતા. પરંતુ, પીએમ મોદીનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે અન્ય કાર્યક્રમ હોવાથી પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જોકે, પીએમ મોદી વર્ચ્યુઅલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે. આ નિમિતે સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેકટનું વર્ચ્યુઅલી લોકાર્પણ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહ ૨૮ ઓગસ્ટના રોજ બેથી ૩ દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ સાથે અમિત શાહ અમદાવાદ, ગાંધીનગરમાં વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ કલેકટર સાથે પણ બેઠક યોજશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!