ગુજરાત એલર્ટ । અમદાવાદ
પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે PMના આગમનને લઈને રાજ્યમાં અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેવા કાર્યક્રમો યોજાનાર છે. જેને લઈને આજે અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદ અને વડોદરામાં પણ કાર્યક્રમો યોજાવાના છે. જે કાર્યક્રમોને લઈ પ્રધાનમંત્રી તમામ કાર્યક્રમોમાં હાજરી આપશે. જો PMના કાર્યક્રમની વાત કરવામાં આવે તો, અમદાવાદ સાયન્સસિટીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થવાને લઈ યોજાનાર કાર્યક્રમમાં PM હાજરી આપશે. આ સાથે PM દાહોદ અને છોટાઉદેપુરમાં 5 હજાર 206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમજ વડોદરામાં મહિલાઓ દ્રારા આયોજન કરેલા PMના અભિવાદન સમારંભમાં પણ હાજર રહેશે.ત્યાર બાદ PM દિલ્લી જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે તા.૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત વડાપ્રધાન સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.
૨૦ વર્ષ પહેલા, તા.૨૮મી સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળી છે.
5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
રાજ્યના છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.