ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લા પચાયતનાં આહવા તાલુકા પચાયત હસ્તકનાં જાખાનાં ગ્રામ પચાયતમાં વર્ષ-2021-2022 માં સરકારની 15 માં નાણાંપંચ યોજનામાંથી રૂ.4 લાખનાં ખર્ચે જાખાનાં ગામ મુખ્ય રસ્તાથી મધુભાઈ લાહનુભાઈ ચૌધરીનાં ધર સુધી 170 મીટર વરસાદી ગટરનું કામ મંજુર થયું હતુ. જેનું કામ ગ્રામ પચાયતનાં સંરપચ કેલુબેન સંજયભાઈએ કર્યુ હતું. ગામનાં લોકોનાં જણાવ્યાં અનુસાર ગટરનું કામ કરતી વખતે નદીનું માટી વાળુ ભાઠું, નિમ્નકક્ષાની ઈંટ વાપરી કામમાં વેઠ ઊતારી કટકી કરી પોતાનાં ગજવાં ભર્યા છે. આ ગટર મુખ્ય રસ્તાથી ધર સુધી 170 મીટરની કરવાની હતી. પરંતુ સ્થળ પર માત્ર મુખ્ય રસ્તાથી સરપચનાં ધર સુધી અંદાજીત 90 મીટરની બનાવી છે. જયારે 80 મીટર ગટરનું કામ કાગળ પર જ પુરું કરી ચાર લાખ મંજુર કરી ગપચાવી ગયાં છે.
આ બાબતે મધુભાઈનાં પુત્ર સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે અમારા ધર સુધી ગટર બનાવવાનાં હતાં. પરંતુ સરપચનાં ધર સુધી જ ગટર બનાવી છે. 80 મીટર ઓછી બનાવી છે. અમે ગટર માટે જમીન આપવાનાં હતાં. પરંતુ તેઓ અડધી ગટર બનાવી છે. ઊપરથી વરસાદનું પાણી અમારા ધરોમાં ભરાઈ જાય છે. નવી ગટર નહી બનાવી તો સામે જુની ગટર રિપેરીંગ કરી આપવા જણાવ્યું હતુ. તે પણ બનાવી નથી. ગામના વિકાસ માટે આવતી ગ્રાન્ટને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી સમજતા સરપંચો સામે ડાંગ વહીવટી તંત્ર લાલ આંખ કરે તે જરૂરી છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરી ઉચાપતનો ગુનો દાખલ કરાવે તે જરૂરી છે.