ખેરગામ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માઁ કે નામ અભિયાન શરૂ કરાવીને નાગરિકોને પોતાની માતાના નામે વૃક્ષ વાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી કોલેજના કેમ્પસમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઇ પટેલ, આતિશભાઈ, ભાવિનભાઈ, રિકુંભાઈ, મુકુંદભાઈ, ધ્રુવભાઈ તેમજ કોલેજના આચાર્ય સંજયભાઈ સહિત કોલેજના વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતન પટેલે જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળી વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વડાપ્રધાનના વિચારને વેગવંતો બનાવીએ સૌ નાગરિકો આ અભિયાનમાં જોડાય અને વૃક્ષ વાવીને તેનું જતન કરે તેજ અભ્યર્થના.