ગુજરાત અલર્ટ । આહવા
આવનારી વિધાન સભાની ચુટણી પહેલા પુલ મંજૂર કરવામાં નહીં આવેતો આગામી બધીજ ચુટણીઓમાં ગ્રામ લોકો મતદાનનો બહિષ્કાર કરશે ની ગંભીર નોધ લેવા ચીમકી ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનાં ઘાણા અને દહેર ગૃપ ગ્રામ પંચાયતની આગેવાનીમાં સુબીર મામલદાર આવેદનપત્ર આપી ચોમાસા દરમિયાન ગ્રામ લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે અવગત કરી તેમની માંગણીઓ નહીં સંતોસાયતો આગામી તમામ ચુટણીઓમા મતદાનનું બહિષ્કાર કરશેની સખત સબ્દોમાં ચેતવણી આપતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનાં ઘાણા અને દહેર ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ કરીમભાઈ ખસ્યાની આગેવાનીમાં સેકડો ગ્રામજનોએ સુબીર મામલદારને આવેદનપત્ર આપી તેમાં જણાવ્યુ છે કે ઘાણા અને દહેર ગામ વચ્ચે બે કી.મી.નું અંતર છે. બંને ગામો વચ્ચે થી પુર્ણા નદી પસાર થાય છે. આ નદી પર વર્ષો પહેલા ડૂબાઉ કોજવે બનાવ્યો છે. પરંતુ તે ધોવાઈ ગયો છે. તેના કારણે લોકોને આવાગમન ભારે મુશ્કેલી પડે છે. એક ગામ માથી બીજા ગામમાં વિધાર્થીઑ ભણવા જાય છે. ખેડૂતોની પણ જમીન પણ નદીના પેલા છેડે છે. લોકોએ ચોમાસા દરમિયાન નદી ઓળંગવા માટે હજુ પણ વર્ષો જૂના લાકડુ ટબ,દોરડા,તેમજ બળદની પુછડી પકડીને જીવના જોખમે નદી પાર કરવી પડે છે.
આ બે ગામના લોકો હજુ પણ 18મી સદીમાં જીવતા હોય તેવું જણાઈ રહ્યું છે. બંને ગામને જોડતા રસ્તાનું હજુ સુધી નવીનીકરણ થયું નથી. ગામ લોકોને વિકટ સમસ્યાનો સામનો કરવો પડતો હોય ત્રાસી ગયેલા ગ્રામ જનોએ અવાર નવાર રાજુવતો કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતા છેવટે આગામી લોક સભાની
ચુટણી પહેલાજ પુર્ણા નદી પર મોટો પુલ મંજૂર થાય અને યુદ્ધનાધોરણે રસ્તાનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો ગ્રામ જનો આવનારી તમામ ચુટણીઓમાં મતદાન કરશે નહીં. સખત શબ્દોમાં જણાવ્યુ હતું.