વલસાડ
વલસાડનાં હાઇવે ઉપર રોજનાં અનેક બુલેટ રાઈડર જતા હોય છે. કેટલાક બુટલેગરો પણ હોય છે જેવો જ એક કિસ્સો વલસાડ સીટીમાં જોવા મળ્યો હતો. વલસાડ સીટી પોલીસે અબ્રામા ઘરમપુર ચોકડી ઓવરબ્રિજ હાઇવે પરથી બુલેટ પર લઇ જવાતો રૂ. 16,800 ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો અને ચાલકની ધરપકડ કરી છે અને બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના હાઈવે ઉપરથી રોજના અનેક બુલેટરાઈડર્સ જતા હોય છે. મુંબઈથી લઈને કન્યાકુમારી સુધી ફરવા માટે રૂ.૨ લાખથી લઈને રૂ. ૧૦ લાખ સુધીની બાઈક લઈને ફરવા નીકળે છે. જેમાં એક સાથે ગ્રુપ નીકળતું હોય છે. જેથી પોલીસ પણ એમને અટકાવતા નથી. કેટલાક બૂલેટ ચાલકો પણ દારૂની હેરાફેરી કરવા માટે બુલેટ વાપરતા હોય છે. પોલીસને એક કિસ્સો વલસાડ સીટીમાં જોવા મળ્યો હતો. વલસાડ સિટી પોલીસની ટીમે વલસાડના અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જઇ રહેલા બુલેટ નંબર જીજે ૦૫ પીજી ૦૭૩૧ શંકાસ્પદ લાગતાં ચાલકને અટકાવ્યો હતો. અને બુલેટના પાછળ લટકાવેલા થેલામાં ચેક કરતાં પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. તેમાંથી રૂ. 16800 ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 21 મળી આવી હતી. જેથી પોલીસે આવા કેટલાક લોકોને રાઈડર્સ છે એમ સમજીને જવા દીધાં હતાં. પોલીસને ખબર પડી બુટલેગરો પણ દારૂની હેરાફેરી કરવા માટે બુલેટ યુઝ કરે છે. વલસાડ પોલીસની ટીમે સુરતનો બુલેટ ચાલક અને કન્ટ્રકશનનો ધંધો કરતો ગોરાંગ સુરેશભાઈ રાણાની ધરપકડ કરી છે. માલ ભરાવનાર પારડીનો અનિષ સુમનભાઈ પટેલ અને મંગાવનાર સુરતનો રોહિત મહેશભાઈ પટેલ પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.