ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચૂકાદાઓ મુજબ રાજ્ય સરકાર અને પંચાયત સેવાના જે કર્મચારીઓ તા.-૦૧-૦૧-૨૦૦૬ થી તા.૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં જૂનના રોજ નિવૃત થયેલા હોય અને જેઓ કોર્ટમાં ગયા નથી તેઓને તા.૦૧-૦૭-૨૦૨૩થી એક નોશનલ ઈજાફો આપી પેન્શન સુધારણા કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ જેઓ કોર્ટમાં ગયા હતા તેઓને કોર્ટે આપેલા ચૂકાદા મુજબ નિવૃતિ તારીખ ૩૦ જુનથી સંપૂર્ણ લાભ મળેલા છે. જેઓની નિવૃત્તિ તારીખ ૩૦ જૂન હોય અને પેન્શનનો સંપૂર્ણ લાભ લેવા ઈચ્છતા હોય તો તેઓએ અત્રેની જયેષ્ઠ નાગરિક (પેન્શનર) મંડળ, વલસાડનો સંપર્ક કરવા તેમજ ઉપરોક્ત કારણસર કચેરીમાં આવતા પેન્શનરોએ પેન્શન બુક, બેંક પાસબુક અને નિવૃતિ હુકમ લઈને આવવા પેન્શનર મંડળના મહામંત્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
૩૦ જુન ૨૦૨૩ના રોજ નિવૃત થયેલા પેન્શનરોએ પેન્શનનો સંપૂર્ણ લાભ લેવા પેન્શનર મંડળ વલસાડનો સંપર્ક કરવો
