ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા તિજોરી કચેરી મારફત પેન્શન મેળવતાં પેન્શનરોને જણાવવાનું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ દરમિયાન જે પેન્શનરોની આવક આવકવેરાને પાત્ર થતી હોય તેઓને તેમના વિકલ્પ પસંદગી (નવો વિકલ્પ/જૂનો વિકલ્પ) તથા એડવાન્સ ટેક્ષ ચલણ/બચત/રોકાણની વિગતો આધાર સહિત આકારણી પત્રક ( Self Assessment Statement) તા.૧૮.૧૧.૨૦૨૩ સુધીમાં અચૂક રજૂ કરવા જણાવવામાં આવે છે. જે પેન્શનરો દ્વારા ઉપર જણાવેલ એડવાન્સ ટેક્ષ ચલણ/બચત/રોકાણની વિગતો તેમજ આકારણી પત્રક ( Self Assessment Statement) જમા કરાવવામાં નહિ આવશે તેઓનો કપાત કરવા પાત્ર આવકવેરો તેમના પેન્શનમાંથી નવેમ્બnર-૨૦૨૩ થી ફેબ્રુઆરી-૨૦૨૪ સુધીનાં સમયગાળા દરમિયાન કપાત કરી લેવામાં આવશે જેની નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.