ખેરગામ
આજ રોજ ખેરગામ રેફરલ હોસ્પિટલ ખાતે ખેરગામ તાલુકાની રોગીકલ્યાણ સમિતિની બેઠક પ્રાંત અધિકારી આર.સી.પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં હોસ્પિટલના ખર્ચ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નરેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા સમયમાં હોસ્પિટલમાં તમામ સુવિધા ઊભી કરવા કોઈ ખામી રાખવામાં આવશે નહી. તે માટે સુવ્યવસ્થિત આયોજન અને તે માટે જોઈતી ગ્રાન્ટ પણ ફાળવણી કરવામાં આવશે.
હાલમાં જ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલ દ્વારા ફાળવવામાં આવેલા આેકસિજન પ્લાન્ટને ટુક સમયમા કાર્યરત કરવાના પ્રયાસો ચાલુ છે. દર્દીઓ આ સુવિધાનો સારી રીતે લાભ લઈ સકે તે દિશામાં ડોક્ટરોને કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતુ. હાલમાં ખેરગામ તાલુકામાં એક પણ કોરોનાનો કેસ નથી. તેમજ વેક્સિનેશનની કામગીરી પણ ખૂબ સારી રીતે ચાલી રહી હોવાનું ડો. ભરતભાઈ પટેલે જણાવ્યુ હતું.
આ બેઠકમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ, માજી જીલ્લા પંચાયત સભ્ય ડો. ગુણવંતીબેન પટેલ, THO ડો. ભરતભાઈ પટેલ, ડો.દિવ્યાંગભાઈ પટેલ (સુપ્રિટેન્ડન્ટ, ખેરગામ CHC) મામલતદાર એન.બી.મોદી, ડો. કેતનભાઈ હાજર રહ્યા હતા.