ગુજરાત એલર્ટ | વલસાડ
પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા શિક્ષકોને સજ્જ કરવા માટે ૫ દિવસનાં ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે કોલેજનાં કેમ્પસ ડાયરેકટર ડૉ. દીપેશ શાહ દ્વારા પ્રેઝન્ટેશન સ્કીલ પર વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશન આપવાની પ્રવૃત્તિ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. બીજા દિવસે શ્રી ભાવિન દેસાઈ, યુબીકા માઈન્ડ તરફથી માઈન્ડ મેનેજમેન્ટ વિષય પર શિક્ષણ કાર્યમાં એકાગ્રતાનું મહત્વ અને તેને વધારવાની તકનીકો શીખવી હતી. ત્રીજા દિવસે માં ફાઉન્ડેશનની ટીમના નયન ચૌધરી, હરેશભાઈ અને નેહા બેન દ્વારા વિવિધ રમતો દ્વારા અસરકારક શિક્ષણ કાર્ય કઈ રીતે કરી શકાય તે સમજાવ્યું હતું. ચોથા દિવસે વિકલ્પ બિઝનેસ સોલ્યુશનના ફાઉન્ડર અનિરુધ્ધ પંચાલ દ્વારા ટીમ બિલ્ડિંગ દ્વારા એક સંસ્થાનું ઘડતર કઈ રીતે કરી શકાય તે સમજાવ્યું હતું અને અંતિમ દિવસે વન રિવેટ કંપનીમાંથી આશિષ ચેલાની દ્વારા AI નાં ઉપયોગથી વિવિધ પ્રેઝન્ટેશન અને ક્વિઝ કેવી રીતે બનાવી શકાય તે સમજાવ્યું હતું.
આ ટ્રેનિંગમાં કોલેજના બધા પ્રાધ્યાપકો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો અને સ્પીચ, સ્ટોરી, રોલ પ્લે, ગ્રુપ ડિશકશન જેવા વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશનનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરી એકબીજા માંથી સારું લઈ અસરકારક બનવાની તાલીમ લેવામાં આવી હતી.
આ સમગ્ર આયોજન કોલેજનાં કો- ઓર્ડીનેટર દિવ્યાની પટેલ દ્વારા કોલેજનાં ઇન્ચાર્જ આચાર્ય ડો. તપનસિંહ પરમારના સહકારથી કરવામાં આવ્યું હતું. સફળ આયોજન બદલ સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ અને સર્વ ટ્રસ્ટી ગણ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને વધુ ને વધુ સારું શિક્ષણ કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા દર્શાવી હતી.