ગુજરાત એલર્ટ । વલસાડ
પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં પારડી એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ હેમંત દેસાઈનાં માર્ગદર્શન હેઠળ ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીએ જે સંસ્થાની મુલાકાત લીધી હતી તે સ્થાન પર ૨૦૦૬ થી આજ દિન સુધી દર વર્ષે એમના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સોસાયટીનાં સભ્યો અને દરેક સંસ્થાનાં પ્રતિનિધિઓ દ્વારા સૂતરની આંટી પહેરાવી અને પુષ્પ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રમુખ હેમંત દેસાઈ, માનદ મંત્રી ધર્મિન શાહ, ટ્રસ્ટી ડો. ઠોસર, મનીષ ભગત, DCO શાળાના આચાર્ય સુનીલ પટેલ, એન. કે. દેસાઈ કોલેજનાં કેમ્પસ ડાયરેકટર દિપેશ શાહ, ડો. તપન પરમાર, ડો. અજય પટેલ, આકાંક્ષા પટેલ, ભાર્ગવ પટેલ અને વિવિધ શાળા કોલેજનાં શિક્ષકો અને આચાર્ય સાથે NCC નાં યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર આયોજન દીપકભાઈ પંડ્યા અને ભાવિનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
પારડીની એન. કે. દેસાઈ સાયન્સ કોલેજમાં ગાંધી જયંતિની ઉજવણી
