ગુજરાત એલર્ટ | વલસાડ
ધી પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીમાં આજરોજ વિવિધ કોલેજના ફાઇનલ વર્ષ બી.એસ.સી. તથા એમ.એસ.સી. ના વિદ્યાર્થીઓ માટે “Industry Academy Meet 2024” નામક એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વાપી તથા વલસાડ ઇન્ડસ્ટ્રીના તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં જય કેમિકલ વાપીથી શ્રી પ્રકાશ ભદ્રા, માં ફાઉન્ડેશનના સી. ઇ. ઓ શ્રી અમિત મહેતા, એબ્રોન કેમિકલમાંથી શ્રી રાજેશ લાડ, વલસાડ બી. કે. એમ. કોલેજના પ્રાધ્યાપક ડો. નિમેષ માલી, અતુલ કંપનીમાંથી રિટાયર્ડ જી.એમ. ડો. ધર્મેશ દેસાઈ, નારણલલા કોલેજના પ્રિન્સીપાલ ડો. સુનીલ નાયક દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ અને કંપનીઓની જરૂરિયાતને સમજાવી હતી.
આ કાર્યક્રમમાં વલસાડ અને નવસારી કોલેજના પ્રોફેસર અને આચાર્યશ્રીને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને બીએસસી તથા એમએસસીના છેલ્લા વર્ષમાં કઈ રીતે મહેનત કરી વિવિધ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં તથા ભવિષ્યમાં કોઈપણ તક મેળવવા કઈ રીતે તૈયાર થવું જોઈએ તે વિશેની માહિતીઓ આપી.
આ કાર્યક્રમમાં 150 જેટલા વિદ્યાર્થીઓ અને વિવિધ કોલેજના પ્રધ્યાપકો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રધ્યાપિકા પ્રાચી દેસાઈ અને રૂતાંશી પટેલ દ્વારા તેમજ સફળ આયોજન કોલેજના પ્રાધ્યાપક ડૉ.અજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા બદલ કેમ્પસ ડાયરેક્ટર ડો. દિપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના, ટ્રસ્ટીઓ અને પ્રમુખ હેમંત દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.