વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફળી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ઉમળકાભેર સ્વાગત કરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વ તળે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે, વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ગામડે-ગામડે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કપરાડા તાલુકામાં આવેલા ફળી ગામમાં ‘’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઇ.સી.ડી.એસ. વિભાગ, પશુપાલન- વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, લાભાર્થીઓએ યોજનાના મળેલા લાભો વિશે મેરી કહાની, મેરી ઝુબાની સંવાદમાં ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતું ”ધરતી કહે પુકાર કે…” નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. જેમાં ૪૩૦ લોકોએ ટીબીની અને ૧૮૪ લોકોએ સિકલસેલની તપાસ કરાવી સારવાર અને માર્ગદર્શન મેળવ્યું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા સ્થળ ઉપર સોઈલ હેલ્થ કાર્ડ અને ડ્રોન ટેકનોલોજીથી આધુનિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવાયુ હતું. પશુઓને વેકસીન પણ મુકવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ ભારતીબેન વસંતભાઈ ડગળા, જિલ્લા પંચાયત સભ્ય મીનાક્ષીબેન ગાંગોડા,વલસાડ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ ગણેશ બિરારી, તાલુકા પંચાયત સભ્ય ગોપાલભાઈ, શ્રમ અધિકારી એન.બી.પવાર, નાયબ ચીટનીશ સુનિલ ગાવિત અને મેડિકલ ઓફિસર ડો. નીલમ માહલા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!