ગુજરાત એલર્ટ | વલસાડ
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE (Village computer entrepreneur)મારફતે તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો, ૭/૧૨ ૮/અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિંનતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવે નહી. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
રાજ્યમાં ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગી પકવતા ખેડૂતો પોતાનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોવાથી સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે થયેલી ખરીદી અંગેના ચુકવણા PFMS (Public financial management system) પોર્ટલ મારફત ખેડૂતોને કરવામાં આવશે. તેઓની ખરીદીના ૪૮ કલાકમાં નાણાં ચુકવવામાં આવશે એવુ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના જિલ્લા મેનેજર (ગ્રેડ-૧) અને જિલ્લા પુરવઠા અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.
ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, રાગીના ટેકાના ભાવ
ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ખેડૂતોની ઓનલાઈન નોંધણી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી કરવામાં આવશે. ડોક્યુમેન્ટ ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયાનું જણાશે તો નોંધણી રદ કરાશે. ટેકાના ભાવે ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવશે. ખરીદીના ૪૮ કલાકમાં PFMS પોર્ટલ મારફત ખેડૂતોને નાણાં ચૂકવાશે.