ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી. ડી. પટેલની સાથે અન્ય તમામ હોદ્દેદારોની પણ બિનહરીફ વરણી થઇ છે.
વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની આગામી બે વર્ષની મુદત માટે તા.22/12/2023 ના રોજ સમગ્ર ગુજરાતના બાર એસોસિયેશનોની સાથે ચૂંટણી થનાર હતી.
આ ચૂંટણીમાં છેલ્લા 20 વર્ષથી વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળનું પ્રમુખ તરીકે સફળ નેતૃત્વ કરનાર બાર કાઉન્સિલના એનરોલમેન્ટ કમિટી તથા શિસ્ત સમિતિના ચેરમેન એવા પી. ડી. પટેલની ફરીથી બે વર્ષની મુદત માટે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતા વલસાડ જિલ્લાના વકીલોમાં ખુશીની લહેર વ્યાપી હતી. આ પ્રસંગે પી. ડી. પટેલે છેલ્લા 20 વર્ષથી પ્રમુખ તરીકે ચૂંટી લાવવા બદલ વલસાડ જિલ્લાના સમગ્ર વકીલ આલમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ ચૂંટણી માં પ્રમુખ તરીકે પી. ડી. પટેલની સાથે સેક્રેટરી તરીકે મનીષ એન. રાણા તથા ઉપ-પ્રમુખ તરીકે રાકેશ બી. પટેલ તથા જોઈન્ટ-સેક્રેટરી તરીકે કમલેશ ટી. પરમાર તથા ટ્રેઝરર તરીકે ભરત સી. પટેલ તથા લાયબ્રેરિયન તરીકે જયંતિ બી. પટેલ તથા કિરણ લાડ તથા ઈ-લાયબ્રેરિયન તરીકે પુનમસિંગ ઈન્દા તથા રોનક પટેલ સાથે તમામ હોદ્દેદારોની ઉમેદવારી સામે કોઈ પણ વકીલોએ ઉમેદવારી નહીઁ કરતા તમામ હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરાયા હતા.
છેલ્લા 20 વર્ષથી જેમાં 18 વર્ષ બિનહરીફ સતત પ્રમુખ તરીકે સેવા બજાવતા પી. ડી. પટેલની ફરીથી બે વર્ષ માટે બિનહરીફ વરણી થતા વલસાડ જિલ્લામાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી કમિશ્નર તરીકે બિપિન એન. વસાણી તથા ફારુખભાઈ શેખ તથા નિષિધ મસરાણીએ ફરજ બજાવી હતી. જે માટે પી. ડી. પટેલ તથા તેમની ટીમે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.