ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા વાપી તાલુકાના કરાયા ગામ ખાતે જિલ્લાના તમામ ખેતીવાડીના સ્ટાફ તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનર સાથે પ્રાકૃતિક કૃષિની તાલીમ કમ ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ તાલીમમાં ખેડૂતો દ્વારા પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.
પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એન.પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા દ્વારા જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ઝેરમુક્ત ખેતી કરે તે મુજબ કામગીરી કરવા જણાવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર વિમલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નાયબ ખેતી નિયામક તાલીમ અને પ્રોજેક્ટ ડાયરેકટર આત્મા તેમજ જિલ્લાના તમામ સ્ટાફ અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો હાજર રહ્યા હતા.