ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના ઓલગામ ગામે આવેલી દુધમંડળી ખાતે આજુબાજુના ગામના ૧૦ થી ૧૨ સખીમંડળના ગૃપોની આશરે ૧૫૦ જેટલી બહેનોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી. જેમાં આવનારા દિવસોમાં જંતુનાશક દવાઓની કેટલી આડ અસર આપણા માનવજીવન પર થઈ રહી છે તે વિશે વિસ્તૃત માહિતગાર કર્યા હતા અને ઘરના કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવારને સારું ભોજન આપવાની અપીલ વલસાડ તાલુકાના આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર કેવલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં સાથે જિલ્લા લાઇવલીહુડ મેનેજર તથા અન્ય બેંકના અધિકારીઓએ પોતાની યોજના વિશે વાકેફ કરી ઓછા દરની લોન લેવા સખી મંડળની બહેનોને અનુરોધ કરી અને માહિતગાર કર્યા હતા.