વલસાડ જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે જાહેર સ્થળોએ ૦૨ એપ્રિલે રંગોળી તથા નિબંધ સ્પર્ધાનું આયોજન

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં SWEEP અંતર્ગત આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે લોકશાહીમાં મતદાન જાગૃતિ લાવવા માટે તા. ૦૨-૦૪-૨૦૨૪ના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકા જાહેર સ્થળો જેવા કે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વગેરે, જાહેર સ્થળોએ ૮x૮ની સાઈઝની મતદાન જાગૃતિ અંગે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે.
તથા SWEEP અંતર્ગત આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે લોકશાહીમાં મતદાન જાગૃતિ લાવવા માટે તા.૦૨-૦૪-૨૦૨૪ના રોજ ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ “મતદાનનું મહત્વ” વિષયક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CRC કક્ષાની નિબંધ સ્પર્ધા સવારે ૯-૦૦થી ૧૧-૦૦ વાગ્યા સુધી અને BRC કક્ષાની નિબંધ સ્પર્ધા બપોરે ૧-૦૦ થી ૨-૦૦ વાગ્યા સુધી યોજાશે. BRC કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓના નિબંધ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, વલસાડ ખાતે સાંજે ૪-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે એમ SWEEP નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!