“અવસર લોકશાહીનો, અવસર મારા ભારતનો”: “વોટ તો આપવો પડે, નઈ ચાલે”: વલસાડના ૮૭ વર્ષના મંજૂલાબેને મતદાન કરી યુવાઓને પ્રોત્સાહિત કર્યા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન માટે લોકો જોશભેર ભાગ લઈ રહ્યા છે. યુવાઓની સાથે સાથે વૃદ્ધો પણ પોતાની મતદાનની ફરજ નિભાવી રહ્યા છે. વલસાડ શહેરના ૮૭ વર્ષીય મંજૂલાબેન ઠાકોરભાઈ ભટ્ટ ઉત્સાહભેર મતદાન માટે સ્વામી વિવેકાનંદ પ્રેઆથમિક શાળા, વલસાડ ખાતે પહોંચ્યા હતા.

શારીરીક રીતે અશક્ત હોવાથી મતદાન મથક ખાતે તેમને વ્હીલચેરમાં બેસાડી તેમને મતદાન બૂથ સુધી લઈ જવાયા હતા ત્યાં તેમણે મતદાન કરી પોતાની ફરજ પૂર્ણ કરી હતી. તેમણે અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે અને “વોટ તો આપવો જ પડે, નઈ ચાલે” એમ કહી તેમણે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે યુવાઓને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. સાથે સાથે ૮૫ વર્ષીય લક્ષ્મીદાસ ભાણજી ભાનુશાલી અને તેમના પત્ની લક્ષ્મીબેન લક્ષ્મીદાસ ભાનુશાલીએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!