અવસર લોકશાહીનો, મારા ભારતનો, લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪: વલસાડના મોગરાવાડીમાં ગત લોકસભાની ચૂંટણીમાં ૫૦ ટકા કરતા ઓછુ મતદાન ધરાવતા બુથ પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
ગત લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં જે મતદાન મથકો પર ૫૦ ટકા કરતા ઓછુ મતદાન થયુ હોય એવા મતદાન મથકો પર ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને SVEEP નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે વલસાડના મોગરાવાડી ખાતે મહાત્મા ગાંધી હોલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

૫૦% કરતા ઓછું મતદાન ધરાવતા વલસાડના મોગરાવાડી-૧, વલસાડ-૪ અને વલસાડ-૧૧ મતદાન મથકોમાં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. ૦૫/૦૪/૨૦૨૪ ના રોજ શુક્રવારે મોગરાવાડીના મહાત્મા ગાંધી હોલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા, બી.આર.સી. કૉ. તથા તાલુકા SVEEP નોડલ અધિકારી મિતેશભાઈ પટેલ, સીઆરસી કો-ઓર્ડિનેટર જગદીશ ટંડેલ અને કેન્દ્ર શાળાના આચાર્યા યોગીતાબેન ટંડેલે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા મતદાર ભાઈઓ, બહેનો, વડીલોને વધુમાં વધુ મતદાન કરાવવા માટે અને ગામના મતદારો તા. ૭ મી મે ના રોજ મતદાન મથકે જાય એ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!