ખેરગામ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખેરગામ શાખા દ્વારા કરાતી લાલિયાવાડીને પરિણામે કોઈક દિવસ નિર્દોષ વ્યક્તિ મોતને ભેટે તેવી સ્થિતિનું સર્જન થયું છે. ખેરગામના નારણપોર રોડ ઉપર શામળા ફળિયા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર સડી ગયલી ખુલ્લી વિજડીપી અવર જવર કરનાર રાહદારીઓ, વાહનચાલકો સહિત મૂંગાપશુઓ માટે ઘણા લાંબા સમયથી જોખમરૂપ બની ગઈ છે. પરંતુ વીજ કંપનીના લાપરવાહ અધિકારીઓ અહીં કોઈકનાં મોતની રાહ જોઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. નારણપોર માર્ગ પરની ખુલ્લી વિજડીપી ઘણા વર્ષોથી ખતરારૂપ બની છે. ફરજ પર આવતા વીજ કર્મચારીઓને ખુલ્લી વિજડીપી કેમ દેખાતી નથી ? એવાં સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યાં છે. સમયસર ખેરગામ વીજ કંપનીના અધિકારીઓ આ ડીપી રીપેર કરાવે નહીંતર આવનારા દિવસોમાં કોઈ નિર્દોષને વ્યક્તિના મોતનું કારણ બની શકે તેમ છે.