વલસાડ જિલ્લામાં દરેક વિધાનસભા વિસ્તારમાં એક એક PWD મતદાન મથક બનાવાયું: માત્ર PWD અધિકારીઓએ મતદાન મથક ખાતે ફરજ બજાવી: ભૂરા કલરથી મતદાન મથકોને સજાવાયા, દિવ્યાંગોને પ્રોત્સાહિત કરતી રંગોળીઓ બનાવાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા મતદારોને પ્રોત્સાહિત કરવા વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જુદી જુદી કેટેગરીના મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. જેમાં PWD મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક એક એમ કુલ પાંચ PWD સંચાલિત મતદાન મથકો બનાવાયા હતા.
PWDમતદાન મથકની સમગ્ર કામગીરી ફક્ત PWD અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી હતી. આ PWDમતદાન મથકમાં પ્રિસાઈડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને બીજા પોલિંગ ઓફિસર તરીકે ફક્ત PWD અધિકારીઓએ જ ફરજ બજાવી હતી.
આ મતદાન મથકોને બ્લ્યુ કલરના મંડપ અને વોલ પેઈન્ટિંગ વડે સજાવવામાં આવ્યા હતા. ભૂરા કલરથી વોટર આસિસ્ટન્ટ કેન્દ્ર, “My ability is bigger than my disability”, “તમારૂ મતદાન લોકતંત્રનો પ્રાણ” જેવા સંદેશ આપતી રંગોળીઓ બનાવી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!