વલસાડ જિલ્લામાં દરેક વિધાનસભા વિસ્તારમાં એક એક ઈકોફ્રેન્ડલી મતદાન મથક બનાવાયું: ગ્રીન બુથ પર પાંદડા, વાંસ અને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરાયો: માત્ર વાંસની બનાવટવાળી વસ્તુઓથી વોટર સેલ્ફી ઝોન અને મતદાર સહાયતા કેન્દ્ર બનાવાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા મતદારોને પ્રોત્સાહિત કરવા વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રકારના મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના દરેક વિધાનસભા મત વિસ્તારમાં એક એક ઈકોફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા હતાં. આ મથકોને વાંસ, પાંદડા, ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવાયા હતા. આ મથકો ખાતે માત્ર વાંસની બનાવટવાળી વસ્તુઓથી વોટર સેલ્ફી ઝોન અને મતદાર સહાયતા કેન્દ્રો બનાવાયા હતા. આ આદર્શ મતદાન મથકોમાં ટેબલ, ખુરશી, મતકુટિ અને સાઈન બોર્ડ પણ માત્ર વાંસથી બનાવાયા હતા.
ઈકો ફ્રેન્ડલી(ગ્રીન બુથ) મતદાન મથક કે જ્યાં પ્લાસ્ટીકનો જરાય પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તેવા જિલ્લામાં કુલ પાંચ મતદાન મથકો બનાવાયા હતા. ૧૭૮- ધરમપુરમાં ગ્રીન બુથ ખારવેલ-૧, ૧૭૯- વલસાડમાં મતદાન અતુલ-૩, ૧૮૦- પારડીમાં ખડકી-૧, ૧૮૧- કપરાડામાં મતદાન મથક નિશાળ ફળિયા કપરાડા-૧ અને ૧૮૨- ઉમરગામમાં કમલવાડ ઉમરગામ – ૮ને ઈકો ફ્રેન્ડલી બુથ બનાવાયા હતા.
ગ્રીન બુથમાં મતકુટીર પાંદડા અને વાંસનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. આ સિવાય ગ્રીન સોલાર લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ મતદાન મથકો ખાતે વાંસના ઉપયોગથી ફોટો બૂથ પણ બનાવાયા હતા તેમજ આ બૂથોને ફૂલોથી શણગારીને લોકોને આકર્ષિત કર્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!