નવી દિલ્હી: Man Swallows Entire Nokia 3310 Phone: એક વ્યક્તિ નોકિયા 3310 ફોન આખે આખો ગળી ગયો. તેનો જીવ બચાવવા માટે એક મોટી સર્જરી કરવી પડી. કોસોવોમાં પ્રિસ્ટિનામાં રહેતો એક 33 વર્ષનો વ્યક્તિ નોકિયાનો જૂનો ફોન ગળી ગયો હતો. આ એ જ ફોન છે જે લોન્ચ બાદ પોતાની મજબૂતાઈ માટે ખુબ પ્રખ્યાત થયો હતો. આ ફોન વ્યક્તિના પેટમાં ફસાઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો. જ્યાં ડોક્ટર સ્કેન્ડર તેલજાકૂને ડિવાઈસને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ સોંપાયું. જ્યારે વ્યક્તિનું સ્કેન અને પરીક્ષણ કરાયું તો જાણવા મળ્યું કે ફોન પચાવવા માટે ખુબ મોટો હતો અને તેની હાનિકારક રસાયણો યુક્ત બેટરી જીવ લઈ શકે તેમ હતી. રાહતવાળી વાત એ રહી કે ડોક્ટર સ્કેન્ડર તેલજાકૂના નેતૃત્વમાં સર્જરી સફળ રહી અને મોબાઈલને બહાર કાઢવામાં આવ્યો.
ઓપરેશન બાદ ડોક્ટર તેલજાકૂએ ફેસબુક પેજ પર ફોનની તસવીરો, એક્સરે અને એન્ડોસ્કોપીની તસવીરો શેર કરી. એક્સરેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફોન તેના પેટમાં છે. સ્કેન્ડર તેલજાકૂએ કોસોવોમાં સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે મને એક દર્દી વિશે ફોન આવ્યો. જણાવવામાં આવ્યું કે તે કોઈ વસ્તુ ગળી ગયો છે. જ્યારે અમે સ્કેન કરીને જોયું તો ફોન પેટમાં ત્રણ ભાગમાં ફેરવાઈ ગયો હતો. એક ભાગ બેટરીનો હતો, જે સૌથી વધુ ચિંતાનો વિષય હતો. જો તે વધુ સમય સુધી રહ્યો હોત તો પેટમાં વિસ્ફોટ થવાનો ડર હતો.
ઓએમજી….. એક શખ્સ આખે આખો ગળી ગયો ફોન:સર્જરી બાદ ડોકટરે કાઢ્યો બહાર:સૌથી વધુ ચિંતાનો વિષય હતો. જો તે વધુ સમય સુધી રહ્યો હોત તો પેટમાં વિસ્ફોટ થવાનો ડર હતો.
