વલસાડ
વલસાડ નજીકના અતુલ હાઇવે થી વાધલધરા ગામ સુધીના હાઈવેની બંને તરફ મહારાષ્ટ્રના નાસિક, પુના, અલીગઢ, સહિત વિસ્તારના વેપારીઓ કેરીના મંડપ ગેરકાયદેસર રીતે ધંધો કરી રહ્યા છે. કેરીના મંડપને કારણે હાઇવે રોડ ઉપર આવતા જતા વાહનો ઉભા રાખી કેરી ખરીદી કરતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કેરી પકવવા માટે કાર્બાઈડનો ઉપયોગ કરતા હોય છે. કેરીના મંડપ તાણી બાંધનારા સામે હાઈવે ટ્રાફિક કે રૂરલ પોલીસ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી છે.
વિશ્વની સાથે ભારત દેશમાં કોરોનાવાયરસ મોટા પ્રમાણમાં ફેલાયો છે. તેની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ કોરોના રોજેરોજ દર્દીઓની સંખ્યા માં વધારો થતાં જિલ્લાના રહીશો ચિંતામાં મુકાઈ ગયા છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસોમાં ધરખમ વધારો થયો છે. મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહારાષ્ટ્ર સરકારને લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે. ગુજરાતની સાથે વલસાડ જિલ્લામાં વલસાડી હાફૂસ કેરીની વિશ્વમાં બોલબાલા છે. વલસાડ જિલ્લામાં કેરીનો પાક આવવાને હજુ બે-ત્રણ અઠવાડિયા બાકી રહ્યા છે. ત્યારે વલસાડ તાલુકાના અતુલ ફસ્ટ ગેટ, ગુંદલાવ, નંદાવલા, સરોણ, સરોધી, કુંડી, ડુંગરી, રોલા, સોનવાડા, વાધલધરા વિસ્તારના બંને તરફના હાઇવે ઉપર છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના સતારા, નાસિક, અલીગઢ, આઝમગઢ, વિસ્તારના કેરીના વેપારીઓ હાઈવે ઉપર ગેરકાયદેસર મંડપ બનાવી કેરીઓ વેચી રહ્યા છે. જોકે આ કેરીઓ કાર્બાઇડ મા પકવી વેચતા હોય છે. કાર્બાઇડ માં પકવેલી કેરીઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હાઈવે ઉપર કેરીના મંડપોના કારણે આવતા જતા વાહનો ઉભા રાખી કેરીની ખરીદી કરતા હોય છે. જેના કારણે કઈ ઉપર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. હાઈવે પર ગેરકાયદેસર મંડપો બાંધી કેરીનો વેપાર કરનારા વેપારીઓ સામે વલસાડ જિલ્લા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી છે.