કપરાડાની સરકારી વિનયન કૉલેજનો એન.એસ.એસ. વાર્ષિક ખાસ શિબિર ઓમકચ્છ ગામ ખાતે સંપન્ન

ગુજરાત એલર્ટ | વલસાડ
કપરાડાની સરકારી વિનયન કૉલેજના એન.એસ.એસ.(નેશનલ સર્વિસ સ્કીમ) વિભાગ દ્વારા કપરાડા તાલુકાના ઓમકચ્છ, મોટાપોંઢા ગામ ખાતે સાત દિવસીય એન.એસ.એસ. વાર્ષિક ખાસ શિબિરનું આયોજન તા.૧૬/૦૧/૨૦૨૫ થી ૨૨/૦૧/૨૦૨૫ સુધી કરવામાં આવ્યું હતું. રાત્રિ રોકાણની વ્યવસ્થા પ્રાથમિક શાળા ઓમકચ્છ મુકામે કરવામા આવી હતી. જેમાં કોલેજના સ્વયંસેવકો દ્વારા શ્રમકાર્ય, સ્વચ્છતાકાર્ય, બૌધિક વ્યાખ્યાન, આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ, ગામનો સર્વે, પ્રભાત ફેરી, યોગા, કસરત, સમૂહજીવન, રમત-ગમત જેવી પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાં લીડરશીપના ગુણો, સમાજસેવાની ભાવના, લોક સંપર્ક દ્વારા સમાજ જીવનની સમજૂતી કેળવાય, સુષુપ્ત શક્તિ બહાર લાવવી અને સમાજમાં એક ઉત્કૃષ્ટ નાગરિક બની પોતાના સમાજ અને રાષ્ટ્રને ઉન્નતિના પથ પર આગળ ધપાવે એવા જાગૃત નાગરિક બને એ એન.એસ .એસ.(શિબિર) પ્રવૃતિનો મુખ્ય હેતુ છે. આ સંપૂર્ણ કાર્યક્રમ સંસ્થાના ઈન્ચાર્જ આચાર્યશ્રી ડો.પ્રફુલભાઈ બી. કુરકુટિયાના માર્ગદર્શન હેઠળ કૉલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અનિષભાઈ સી. ગામીતની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો. સમગ્ર શિબિર દરમિયાન કૉલેજના અધ્યાપકશ્રીઓ, બિન શૈક્ષણિક સ્ટાફ, પ્રાથમિક શાળા, ઓમકચ્છના આચાર્યશ્રી સતિષભાઈ પટેલ, ત્યાંના તમામ શિક્ષક ભાઈ-બહેનો તેમજ મોટાપોંઢા ગામના સરપંચ રણજીતભાઈ આર. પટેલ નો સંપૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!