ગુજરાત એલર્ટ | વલસાડ
નવસારીની બી.પી.બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની વિશેષ શિબિર તાજેતરમાં જ વલસાડના ફલધરા ગામે યોજાઈ હતી. ફલધરાની પ્રાથમિક શાળામાં યોજાયેલા ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જલારામ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ફુલસિંગભાઈ, બી.પી. બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ચાર્જ આચાર્ય ફરીદા મીનોચરહોમજી સાથે શ્રી જલારામ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના સી.બી.પટેલ હોદ્દેદારો, કોલેજના અધ્યાપક ચિન્મય ડૅ સર ,એકતાબેન ,જોષી સર અને મહેશ પટેલ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓ ગામની મુલાકાત લીધી અને કરવા લાયક કામોની ચર્ચા કરી. એક અઠવાડીયા સુધી ગામમાં ગ્રામજનોના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યોમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ એક દિવસ ધરમપુરનો શૈક્ષણિક પ્રવાસ પણ કર્યો હતો. ગ્રામ જીવનને નજીકથી જાણવા અને એની સાથે જોડવાની આ પ્રવૃતિને વિદ્યાર્થીઓએ ખૂબ માણી હતી .અને સાંજના સમયે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે મનોરંજન પણ કર્યું હતું. આ NSS કેમ્પ 6.1.25 થી 12.1.25 યોજાયો.