હવે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ”: વલસાડમાં કાર્યક્રમ યોજાશે

ગુજરાત એલર્ટ | વલસાડ

દરેક વ્યક્તિ યોગ અને ધ્યાન કરી તનાવ મુક્ત રહે એવા શુભ આશય સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત પ્રયાસથી તમામ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ વલસાડ ધરમપુર રોડ પર સ્થિત આરપીએફ મેદાન પર તા. ૨૬ માર્ચે રવિવારે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી “હર ઘર ધ્યાન હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે. જેમાં ભાગ લેવા માટે યોગ બોર્ડની લીંક https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવનારને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનનું સર્ટિફિકેટ આપવામાં આવશે. કાર્યક્રમમાં શરૂઆતમાં યોગના આસનો અને પ્રાણાયામ કરાવાશે ત્યાર બાદ ધ્યાન માટે સુંદર સત્ર આર્ટ ઓફ લિવિંગ તરફથી લેવામાં આવશે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેનો મો.નં. ૮૧૬૦૨૬૧૨૦૨ પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!