આ રોગ એક લાખે એક બાળકને અને એ પણ વિદેશમાં જ જોવા મળતો હતો. અમેરિકામાં જૂન 2020થી આ બીમારીના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે..જોકે જે બાળકોમાં MIS-C નાં લક્ષણો જોવાં મળ્યાં છે, તે કાં તો ક્યારેક કોવિડ-19થી અસરગ્રસ્ત હતાં અથવા તો કોવિડ-૧૯ દર્દીના સંપર્કમાં હતા.
અમદાવાદ
અમદાવાદમાં બાળકોમાં નવો રોગ જોવા મળ્યો છે. જે અત્યારસુધી માત્ર અભ્યાસમાં જ દેખાયો છે. અને એક લાખે એક બાળકને અને એ પણ વિદેશમાં જ જોવા મળતો હતો. પરંતુ કોરોનાકાળમાં ભારતમાં આ રોગે દસ્તક દીધી છે. મ્યુકરમાઈકોસીસ જેવો મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 10 જેટલા મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. ઉપરાંત રાજકોટમાં 15 જેટલા મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. આ રોગ MIS-C ના નામથી જાણીતો છે. જે બાળકોને કોરોના થયો છે અને મુક્ત થયાં છે તેવા બાળકો અને 18 વર્ષ સુધીના બાળકોમાં MIS-C રોગ થાય છે.
કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. કોરોના બાદ 4થી 6 અઠવાડિયા પછી અમુક બાળકોમાં આ રોગ જોવા મળ્યો છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી રાજધાની ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આ બીમારીના લગભગ 200 કેસ નોંધાયા છે. આ અંગે ઇન્ડિયન એકૅડેમી ઑફ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેરે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એમઆઈએસ-સીના મામલા વધ્યા છે. અમેરિકામાં જૂન 2020થી આ બીમારીના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે . જે બાળકોમાં એમઆઈએસ-સીનાં લક્ષણો જોવાં મળ્યાં છે, તે કાં તો ક્યારેક કોવિડ-19થી અસરગ્રસ્ત હતાં અથવા તો એમના સંપર્કમાં હતા, જેમને કોવિડ-19 થયો હતો.
MIS-C રોગના લક્ષણો
આંખો લાલ થવી, જીભ લાલ થવી, ઝાડા ઊલટી,
શરીરમાં દાણા નીકળવા, સોજા ચડવા, પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યા
શું એન્ટીબોડી રોગનું કારણ બની રહી છે?
બાળકોમાં કોરોના થયા બાદ શરીરમાં એન્ટિબોડી બને છે, બાળકોમાં એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતા શરીરના કોષ પર અસર કરે છે. એન્ટિબોડી શરીરનું રક્ષણ કરવાને બદલે બાળકોને નુકસાન કરવા લાગે છે. વાયરસ વિરુદ્ધ બનેલા એન્ટિબોડી વધુ સક્રિય થઈ ફેફસા, હૃદય, કિડની, લિવરને નુકસાન કરી શકે છે. એમ જાણવા મળ્યું છે.