નવસારી જિલ્લા પોલીસ વડાના માર્ગદશનથી દારૂ હેરાફેરીમાં બુટલેગરોના અવનવા કિમ્યા પોલીસે ફેલ કર્યા:ખેરગામ પીએસઆઇ એસ.એસ.માલ
તેમની ટીમે દારૂના દૂષણ પર રોક લગાવી
દમણથી દારૂ હેરાફેરી કરતા સુરતનું એક દંપતી ખેરગામના પાણીખડક થી પોલીસના હાથે દારૂ સાથે ઝડપાઇ ગયું હતું.કારમાં બે નંબર પેલ્ટ રાખી પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કરનારું આ દંપતી કોઈને ગંધ નહિ આવે એ માટે બાટલી માંથી ખાલી કરીને પોટલીમાં ભરી દારૂ લાવતું હતું.પોલીસે 2.93.400નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.કોરોના કાળમાં પણ બુટલેગરોને જપ નથી
દારૂનો વ્યવસાય કરનારા બુટલેગરો પણ પોલીસથી બચવા અવનવા કિમ્યા અજમાવતા હોય છે.દમણથી દારૂની હેરાફેરી કરનારા બુટલેગરો હવે બે ફામ બન્યા છે.સુરતના ભેસ્તાન ખાતે રહેતું દંપતી દારૂ લેવા દમણ ગયું હતું.ત્યારે દમણથી દારૂ ભરીને એક સફેદ કલરની સેરવોલેટ કમ્પનીની બીટ GJ.O5.CP.6635 નંબરની કારમાં બિન્દાસ્ત ખેરગામના પાણીખડક પાસેથી પસાર થતી વેળાએ ખેરગામ પોલીસે કારને રોકી હતી.દરમ્યાન કારની તપાસ કરતા કાર માંથી બે અલગ અલગ નંબર પેલ્ટ મળી આવી હતી.કારમાં વધુ તપાસ કરતા પોટલીમાં કુલે નંગ.૧૮૮ જેની કિંમત ૧.૪૨.૪૦૦ થતા કારની કિંમત ૧.૫૦.૦૦૦ સાથે ૧ મોબાઈલ ૧૦૦૦ મળી કુલ્લે ૨.૯૩.૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી સુરતના ભેસ્તાન સફારી કોમ્પ્લેક્ષ એસ.એમ.સી આવાસ બિલ્ડીંગમાં રહેતા અશોકભાઈ દિલીપભાઈ જોશી અને તેમના પત્ની રેખાબેન દિલીપભાઈ જોશીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.સાથે કારમાંથી DD.03.H.5370 નંબર પેલ્ટ મળી આવી હતી.નવાઈ ની વાત તો એ છેકે આ દંપતી દારૂની બાટલીમાં લાવવાના બદલે પ્લાસ્ટિકની પોટલીમાં દારૂ ભરીને લઈ આવતું હતું.જેથી કોઈને શંકાન જાય.આ બનાવમાં ખેરગામ પોલીસે દંપતીના વિરુદ્ધ ગુનો નોંધી 2 ને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ ખેરગામના મહિલા પીએસઆઇ એસ.એસ.માલે હાથ ધરી હતી.