ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાનું વલસાડ જિલ્લા બિલ્ડર એસોસિયેશન દ્વારા પ્રમુખ અશોકભાઈ ભાનુશાલી, સેક્રેટરી ચેતન ભાનુશાલી, સંજયભાઈ રાંચ, રણજીતસિંહ દેસાઈ, કિશોરભાઈ ભાનુશાલી, કરશનભાઈ દામા, મહેન્દ્રભાઈ ભાનુશાલી, કલ્યાણજીભાઇ ભાનુશાલી સહિતનાંએ પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વલસાડ ડીસ્ટ્રીક્ટ રીયલ એસ્ટેટ એસોસિએશનની ટીમને નવનિયુક્ત ડીએસપીએ ખુબ ઉમળકાભેર આવકાર્યા હતા.
આ પ્રસંગે વલસાડ ડીસ્ટ્રીક્ટ રીયલ એસ્ટેટ એસોસિએશનની ટીમ અને પોલીસ વડાએ વલસાડ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની ચર્ચા કરી હતી. સાથે જ વલસાડ જિલ્લાને બહેતર બનાવવા તંદુરસ્ત ચર્ચાઓ કરી હતી.