આહવા ડેપોથી સંચાલિત થતી આહવા-સુરત એક્સપ્રેસ રૂટ પર ફાળવાયેલી નવીન બસને લીલી ઝંડી અપાઇ

ગુજરાત એલર્ટ । આહવા
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત એસ.ટી. ડેપોને વધુ એક નવીન બસની ભેટ મળવા પામી છે.
ડાંગ જિલ્લા પ્રમુખ નિર્મળાબેન ગાઈન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, ઉપપ્રમુખ કમલેશભાઈ વાઘમારે તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય નીલમબેન ચૌધરી દ્વારા લીલી ઝંડી બતાવી જાહેર મુસાફર જનતા માટે કાર્યરત બસને પ્રસ્થાન કરાવાયુ હતું.

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત એસ.ટી.ને રાજ્યના વિકાસ અને પ્રગતિમાં અગ્રેસરનું સ્થાન મળી રહે, તેમજ રાજ્યની જાહેર મુસાફર જનતાને પરિવહનની સેવાઓમાં સુખ:દ અને અત્યંત આધુનિક સેવાઓ મળી રહે તેવા લક્ષને સાર્થક કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યના છેવાડે અને ૧૦૦ ટકા આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લાને પણ આવરી લેવામાં આવ્યું છે.

જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી શહેરો તરફ રોજગાર, અભ્યાસ અર્થે જનારા મુસાફરો અને વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ આહવા-સુરત એક્સપ્રેસ બસ કે જે સાંજે ૧૬:૧૫ કલાકે આહવાથી સુરત રવાના થઈ સુરત રાત્રી રોકાણ કરી, સવારે સુરતથી ૬:૧૫ કલાકે પરત આહવા માટે રવાના થશે. આહવાથી ૧૦:૩૦ કલાકે આ બસ પિંપરી-કાલીબેલ થઈ વ્યારા જશે.
સાથો સાથ આહવાથી ગાંધીનગર સાંજે ૧૬:૪૫ કલાકે ઉપડતી સ્લીપર બસ સેવામાં વધુ એક નવી સ્લીપર બસ મળતા હવે આહવા-ગાંધીનગર (વાયા સુબીર-સોનગઢ) કાયમી ધોરણે સ્લીપર બસો દોડાવવામાં આવશે.
ડાંગ જિલ્લાને સરકાર તેમજ વાહન વ્યવહાર મંત્રી દ્વારા અવારનવાર નવી બસો ફાળવતા ડાંગની જાહેર તેમજ મુસાફર જનતામાં હર્ષની લાગણી ફેલાઇ છે.
આ વેળાએ આહવા બસ ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર દ્વારા નવીન બસોનો મહત્તમ લાભ લેવા માટે મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!