દમણમાં થર્ટીફર્સ્ટની પાર્ટી સાથે ન્યુયરને વેલકમ કરાયું: મીરાસોલ રિસોર્ટમાં શારિબ-તોશીના તાલે લોકો ઝુમ્યા

ગુજરાત એલર્ટ । દમણ
દમણમાં સહેલાણીઓ થર્ટી ફર્સ્ટની પાર્ટી અને ન્યુયરને વેલકમ કરી શકે તે માટે ડ્રમ ઢોલ સેટ પર અને ડીજે પાર્ટી સાથે વિવિધ હોટલોમાં આયોજનો કરવામાં આવ્યાં હતા. જેમાં દમણની પ્રખ્યાત મીરાસોલ રિસોર્ટ ખાતે વલસાડ, નવસારી, બરોડા, મુંબઈ, અમદાવાદ, સુરતના વીઆઈપી સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. અને ઢોલ ડ્રમ સેટ પર ઝૂમી ઉઠ્યા હતા.

31st ની રાત્રીએ મધ્ય રાત્રીએ 12 કલાકે વિવિધ બાર અને હોટલ સંચાલકોએ ફટાકડા ફોડી આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરી હતી. મીરાસોલ રિસોર્ટ ખાતે સિંગર શારિબ અને તોશીના સુર તાલે લોકો જુમ્યા હતા.

સહેલાણીઓએ તેમના ગ્રુપના મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી નવા વર્ષના વધામણાં કર્યા હતા. નમો પથ ઉપર આવેલી હોટલ અને બાર સંચાલકોની આતશબાજી જોવા દૂરદૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં દમણ ખાતે આવી પહોંચ્યા હતા. દમણ મીરાસોલ રિસોર્ટ, મીરામાર હોટલ સહીત અન્ય હોટલો માં રાત્રે 8 કલાકથી DJ પાર્ટીમાં સહેલાણીઓ મન મુકીને જુમી ઉઠ્યા હતા.

2023 ને વિદાય આપી 12 વાગ્યા બાદ 2024 નવા વર્ષ ની એકબીજાં ને ગળે મળી શુભેચ્છા આપી હતી. સાથે હોટલ સંચાલકોએ સહેલાણીઓ માટે વિવિધ ફૂડનું આયોજનો કરતા સહેલાણીઓએ પાર્ટી સાથે મઝા માણી હતી.

આતશબાજી કરતા વાતાવરણ ગુંજી ઉઠતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રવાસીઓને ખુશ કરવા માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવી હતી. થર્ટી ફર્સ્ટ અને ન્યુયર પાર્ટીને લઇ સહેલાણીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. અને શાંતિપૂર્ણ વાતાવરણ માં દમણમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!