નવસારી
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ તથા જિલ્લા અધ્યક્ષ ભૂરાભાઈ શાહના માર્ગદર્શન અને સૂચનથી માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 07 વર્ષ પૂર્ણ થતા સેવા હી સંગઠન અંતર્ગત યુવા મોરચા નવસારી જિલ્લા દ્વારા કમલમ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રભારી રણજીતભાઈ ચીમના, પ્રદેશ યુવા મોરચા મંત્રી સુરજભાઈ દેસાઈ, જિલ્લા ઉપાધ્યક્ષઓ હેમલતાબેન ચૌહાણ તથા જીગર ભાઈ દેસાઈ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ ડો.અંકિતભાઈ દેસાઈ, જીલ્લા મહામંત્રીઓ તેમજ વિવિધ મંડળના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્ર સરકારના 07 વર્ષ પૂર્ણ થતાં યુવા મોરચા નવસારી જિલ્લા દ્વારા મંડળ સહ રક્તદાન શિબિરનું આયોજન કરી લગભગ 1500 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.
જિલ્લા સંગઠન પ્રભારી રણજીતભાઈ ચીમનાએ પોતાના વક્તવ્યમાં નવસારી જિલ્લાનો યુવા મોરચો સમગ્ર રાજ્યમાં સૌથી વધારે રક્ત યુનિટ એકત્ર કરે એના માટે આજથી જ કામે લાગી જવા આહવાન કર્યું હતું.