ગુજરાત એલર્ટ | વલસાડ
કપરાડા તાલુકાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ – બહેનોએ ભાગ લીધો હતો. તેઓને ખેતરની મુલાકાત કરાવી પ્રાકૃતિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ વિશે સમજણ આપી પ્રાકૃતિક અને રાસાયણિક ખાતરથી થતી ખેતી વિશેના ફાયદા અને નુકસાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામે ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ રહી છે જેને પગલે મોટી સંખ્યામાં ખેડૂતો ઝેરયુક્ત રાસાયણિક ખાતરની ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.