નર્મદા જિલ્લામાં આંતરિક બદલી થયેલા પીએસઆઇની વિદાય વેળાએ ભાવુક દ્રશ્યો સર્જાયા
રાજપીપળા: કોઈ પોલીસ અધિકારીની અન્ય જિલ્લામાં અથવા આંતરિક બદલી થાય છે ત્યારે સ્ટાફના પોલીસ કર્મીઓ એમને હારતોરા કરી હસતી આંખે વિદાય કરતા હોય છે.જ્યારે કડક છાપ ધરાવતા પોલીસ અધિકારીની બદલી થાય એવી તો અન્ય પોલીસ કર્મીઓ રાહ જોઇને જ બેઠા હોય છે. પણ નર્મદા જિલ્લામાં આંતરિક બદલી થયેલા PSI ના વિદાય સમારંભ વેળાએ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની આંખો માંથી આંસુ સરી પડ્યા હતા.આ ઘટના પોલીસ અધિકારી સ્ટાફના દરેક પોલીસ કર્મીઓને પોતાના પરિવારના સભ્ય તરીકે રાખતા હોવાનું સાબિત કરે છે.
નર્મદા જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના 5 જેટલા PSI ની આંતરિક બદલીઓ કરી, હવે એ બદલીઓ કયા કારણોસર સર થઈ એ જાણી શકાયું નથી.ગરુડેશ્વર PSI એ.એસ.વસાવાને આમલેથા, આમલેથા PSI સુ.એસ.ડી.પટેલને કેવડિયા ટ્રાફિક પોલિસ સ્ટેશનમાં, કેવડિયા ટ્રાફિક શાખાના PSI એમ.આઇ.શેખને ગરુડેશ્વર તો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના PSI એ.આર.ડામોરને કેવડિયા ટ્રાફિક પોલીસ મથકે મુકાયા છે.રાજપીપળા SOG સેકન્ડ PSI સુ એચ.વી.તડવીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.દરમિયાન ડેડીયાપાડા PSI એ.આર.ડામોરનો પોલીસ સ્ટાફના લોકોએ વિદાય સમારંભ રાખ્યો હતો.એક પછી એક પોલીસ કર્મીઓ PSI એ.આર.ડામોરને હાર તોરા કરી રહ્યા હતા, દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુલોચનાબેનની આંખો માંથી રીતસરના આંસુ સરી પડ્યા હતા, જ્યારે અન્ય સ્ટાફ નિરાશ થઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા પોલિસ મથકમાં ફરજ બજાવતા PSI એ.આર.ડામોર કડક છાપ ધરાવતા હોવાની સાથે સાથે સ્ટાફના લોકોને અવાર નવાર મદદ કરતા રહેતા હતા સાથે સાથે ડેડીયાપાડા ગામનો કોઈ ગરીબ માણસ પણ એમની પાસે મદદ માટે આવે તો એવા લોકોની પણ તેઓ હંમેશા મદદ કરતા.કદાચ આ જ કારણોસર પોલિસ કર્મીઓ PSI એ.આર.ડામોરની બદલી થતા નિરાશ થયા હતા.