નમો એપમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓ પણ એપના માધ્યમથી લોકોને પહોંચાડવામાં મદદરૂપ થશે: શ્રી કલમલ ખાતે નમો એપ અભિયાનની પ્રશિક્ષણ બેઠક યોજાઇ
ગાંધીનગર:ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય શ્રી કલમલ ખાતે નમો એપ અભિયાનની પ્રશિક્ષણ બેઠક આજે યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને કાર્યકરો સહિત અન્યોને જણાવ્યું હતું કે, આ એપ કેવી રીતે ડાઉનલોડ કરે તેવા પ્રયાસ થાય તે અંગે આહ્વવાન કર્યું હતું. ટેકનોલોજીના જમાનમાં દરેક લોકો ટેકનોલોજીથી ખભેથી ખભો મિલાવે અને નમો એપ જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે અને તેઓ ઇચ્છે છે કે, દરેક લોકો નમો એપ વિશે વધુમાં વધુ માહિતી મેળવી ડાઉનલોડ કરી ઉપયોગ કરે. નમો એપમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓ પણ એપના માધ્યમથી લોકોને પહોંચાડવામાં મદદરૂપ થશે.આ બેઠકમાં પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરે દિલ્હીથી પધારેલા મહામંત્રી કુલદીપસીંહ ચહલનું અભિવાદન કરતાં જણાવ્યું હતું કે, નમો એપ દરેખ કાર્યકર માટે કેટલી ઉપયોગી છે સાથે દરેક કાર્યકરને નમો એપથી જ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની માહિતી મળી રહેશે. જેથી વધુમાં વધુ લોકોને નમો એપ ડાઉનલોડ કરાવવા આહ્વવાન કર્યું હતું.
જયારે પ્રદેશ મહામંત્રી પ્રદિપસીંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં સોશિયલ મીડીયાનો ઉપયોગ વધી રહ્યો છે અને નમો એપથી આપણી સોશિયલ મીડીઆ ટીમ દ્વારા કેન્દ્ર સરકારની કામગીરી પણ લોકો જાણી શકશે. યુવાનોને ભાજપની કેન્દ્ર સરકારે અત્યાર સુધી લોક કલ્યાણ અને રાષ્ટ્રહીતના કાર્યોની માહિતી પણ નમો એપથી સરળતાથી માહિતી મળી રહેશે.
દિલ્હીના પ્રદેશ મહામંત્રી કુલદિપસીંહ ચહલે નમો એપના પ્રેઝન્ટેશન દરમિયાન એપ વિશે કાર્યકરોને માહિતી આપી હતી. નમો એપ એક સોશિયલ એપ્લિકેશન છે. કાર્યકરોએ નમો એપ વિશે વધુમાં વધુ કાર્યકરો સહિત જનતા સુધી કેવી રીતે માહિતી પહોંચાડવી, એપથી શું ફાયદો થાય તે અંગે ઊંડાણપૂર્વક માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નમો એપથી થતી આવકમાંથી નફો સ્વચ્છ ગંગામાં ફાળો અપાય છે.
ભાજપના યુવા મોરચાનીં યોજાયેલી યુવા મોરચાની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, યુવા મોરચા દ્વારા ગુજરાતના દરેક બુથમાં પેજ કમિટીના સભ્યોને નમો એપ ડાઉનલોડ કરાવવાનું કામ હાથ ધરાશે. નમો એપના માધ્યમથી જે પણ વેચાણ થાય છે. તેનો નફો સ્વચ્છ ગંગામાં ફાળો આપવામાં આવે છે.