મારી પુત્રીએ આત્મહત્યા નથી કરી, પણ સાસરિયાઓએ એની હત્યા કરી છે.

કપરાડા
કપરાડા તાલુકામાં 26 વર્ષીય પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જેમાં સાસરિયા પક્ષોએ પરિણીતાની બોડી નીચે ઉતારીને પિયર પક્ષનાને જણાવેલ કે તમારી પુત્રી રાત્રેને સૂઈ ગઈ હતી જે હજુ ઉઠતી નથી હોવાનું જુઠાણું ચલાવ્યું જ્યારે પરણિતાના શરીર ઉપર સાસરીયાઓ માર્યો હોય એવા ઇજાઓ દેખાયા હતા જ્યારે પિયર પક્ષે સાસરિયાં ઉપર પૂત્રીની હત્યા કરી હોવાના આક્ષેપો લગાવ્યા છે જેની ફરિયાદ નોંધાઇ છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ.કપરાડા તાલુકાના વરવઠ ગામે ચિચપાડા ફળિયામા રહેતા પરસુભાઈ બુધિયાભાઈ ભોયાની દીકરીના મમતાના લગ્ન વારોલી તલાટ ફળીયામા રહેતા ઈશ્વરભાઈના પુત્ર કેતનભાઈ રાઉત સાથે થયા હતા. બંનેની દોઢ વર્ષની પુત્રી છે. બંનેના લગ્નગાળા સારી રીતના ચાલતો હતો અને થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલુ થઈ ગયો હતો જેમાં પત્ની મમતાએ કોઈ અગમ્ય કારણોસ સાસરીમાં ઘરની પાછળ પેઝારીમાં લાકડાંના ડાંડાની સાથે સાંજે દુપટ્ટા ગળામાં બાંધીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જ્યારે. સાસરા પક્ષના એ આ ઘટનાની અંગે કોઈને પણ કશું કહ્યા વિના લાશને ઉતારીને જમીન ઉપર સુવાડી મૂકી હતી. મમતાના પરિવારને જણાવ્યું હતું કે તમારી પુત્રી મમતા રાત્રે ખાઈને સૂઈ ગઈ હતી તે હજુ સુધી ઊઠતી નથી જ્યારે મમતાના પરિવારજનો મમતા ના ઘરે આવતા મમતા નીચે પડેલી હતી અને મુત અવસ્થામાં હતી ડાબી બાજુના હાથમાં ઈજા જોવા મળી
મારના ઢીબા પણ સ્પષ્ટપણે દેખાતા હતા. જે અંગે પિયર પક્ષે તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી હતી અને મમતાની બોડીને નાનાપોઢા સીએચસીમા પીએમ કરવા મોકલી આપી હતી. એફએસએલને પણ બોલાવી જરૂરી કાર્યવાહી કરી હતી. જ્યારે મમતાના પરિવારજનોએ સાસરીયા પક્ષ ઉપર પુત્રીની હત્યા કરવા હોવાના આક્ષેપો લગાવ્યા હતા હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!