ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે કૉલેજના પ્રિન્સીપલ ડૉ. દિપક ધોબી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસીના કો-ઓર્ડિનેટર ડૉ. ફાલ્ગુની શેઠ અને SQACના સંયુક્ત ઉપક્રમે કૌશલ્ય આધારિત “મશરૂમ ખેતી” તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઈનોવેશન હબના જુનિયર માર્ગદર્શક ગાયત્રી બિષ્ટે વિષય નિષ્ણાંત તરીકે વિદ્યાર્થીઓને થિયરી તેમજ પ્રેક્ટિકલ દ્વારા તાલીમબદ્ધ કર્યાં હતાં. મશરૂમ ખેતી એ એક એવી તકનીક છે જે ઉદ્યોગસાહસિકતા તરફ દોરી જાય છે અને તે “Earn while learn” શિર્ષક હેઠળ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક હોવાનું કોલેજના આચાર્ય ડો.દિપક ધોબીએ જણાવ્યું હતું.