વલસાડ જિલ્લામાં સાહસિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે: અરજદારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ તા.૨૯ ફેબ્રુઆરી સુધી જમા કરાવવું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સાહસિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે અને બાળકો તથા યુવક – યુવતીઓ વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ વિષયક જાણકારી મેળવી શકે તે હેતુસર વલસાડ જિલ્લામાં પર્વતારોહણની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ પર્વતારોહણ તાલીમ શિબિર કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા યુવક – યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કેચેરી, ૧૦૬, જીની બીએસએનએલ કચેરી, પહેલા માળે, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ ખાતે નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી તા.૨૯-૦૨-૨૦૨૪ સુધી જમા કરાવવાનું રહેશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!