વલસાડ
વલસાડ શહેર નજીક નાનકવાડા ગામે આવેલી નવસર્જન શાળા માં ભણતા બાળકોને દમણ ના દિવ્યાંગ દંપત્તિ પંકજભાઈ મિસ્ત્રી અને કેતકી બેન મિસ્ત્રી દ્વારા મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું. આ દમણ ના દિવ્યાંગ દંપત્તિ બાળકો માટે કોરોના જેવી મહામારી માં પણ હંમેશા મદદરૂપ થતા આવ્યા છે. એમની આ અવિરત સેવા અમારા બાળકોને હરહંમેશા મળતી રહે છે. આ માટે સંસ્થા ના ટ્રસ્ટીઓ તથા સ્કૂલના આચાર્ય કિરણબેન તથા સ્ટાફ કર્મચારીઓ આભાર વ્યક્ત કરે છે.